________________
દશ લક્ષણરૂપ ધર્મ (સત્ય)
૨૮૩. તું કજાત છે, હલકી વર્ણન છે, અધમી છે, મહા પાપી છે, અસ્પૃશ્ય છે, અપશુકનિયાળ છે ઈત્યાદિ ઉદ્વેગકોરી વચને કટુક ભાષા કહે છે.
તું આચારભ્રષ્ટ છે, ભ્રષ્ટાચારી છે, મહા દુષ્ટ છે ઇત્યાદિ. મમે છેદક પરુષ ભાષા છે.
તને મારી નાખીશું, તારું નાક કાપીશું, તને ડામ. દઈશું, તારું માથું કાપીશું, તને ખાઈ જઈશું ઈત્યાદિક નિષ્ફર ભાષા છે.
હે નિર્લજજ! વર્ણશંકર ! તારી જાતિ, કુળ, આચારનું ઠેકાણું નથી, જોયું તારું તપ, તું કુશીલ છે, લેપટ છે હસવા ગ્ય છે, મહા નિંદ્ય છે, અભક્ષ્ય ભક્ષણ કરનાર છે. તારું નામ લેતાં લાજી મરાય છે, ઈત્યાદિ પરકપણી. ભાષા છે.
જે વચન સાંભળતાં જ સાંધા ગગડી જાય તે મધ્યકૃષ. ભાષા છે.
પિતાને મેઢે પિતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા, પોતાનાં કુળ, જાતિ, બળ, રૂપ, વિજ્ઞાન આદિ મદ. દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે.
શીલખંડન કરાવનારી અને વેર બંધાવનારી અનયંકર ભાષા છે.
વીર્ય, શીલગુણ આદિને નિર્મૂળ કરનારી, જૂઠા. દોષ પ્રગટ કરનારી, જૂઠાં આળ ચઢાવનારી ઇંદ્રક. ભાષા છે.