________________
રત્નત્રયનિરૂપણ
૧૧ ૧૩. કપટ કરવા જે વર્ક પરિણામ કરવાં તે માયા પરિગ્રહ છે.
૧૪. પરદ્રવ્યની ઈચ્છારૂપ પરિણામ તે લેભ પરિગ્રહ છે.
આ પ્રમાણે સંસારનાં મૂળ, આત્માની ઘાત કરનાર અને તીવ્ર બંધનનું કારણ આ ચૌદ પ્રકારને અત્યંતર પરિગ્રહ છે.
૧ ક્ષેત્ર, ૨ વાસ્તુ (મકાન), ૩ હિરણ્ય, ૪ સુવર્ણ, પ ધન, ૬ ધાન્ય, ૭ દાસી, ૮ દાસ, ૯ કુષ્ય (વસ્ત્રાદિ), ૧૦ ભાંડ (વાસણ આદિ) એ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ છે. આ પ્રકારે અંતરંગ બહિરંગ મળીને ૨૪ પ્રકારના પરિગ્રહ રહિત નિગ્રંથ તે સદ્ગુરુપદને યંગ્ય છે એ નિશ્ચય કરે. સંયમ ધારણ કરીને પણ અંતરંગ બહિરંગ પરિગ્રહથી જે મન મલિન રાખે છે તેને ગુરુપણું ઘટતું નથી. જે નિરંતર રાતદિવસ, ચાલતાં, હાલતાં, બેસતાં, ઊઠતાં, ભેજન કરતાં પણ જ્ઞાનાભ્યાસમાં, ધર્મધ્યાનમાં, ઈચ્છાનિરોધરૂપ તપમાં આસક્ત છે તે ગુરુ પ્રશંસવા ગ્યા છે, પૂજ્ય છે, વંદ્ય છે,
હવે સદેવ, સદ્દગુરુ, સતુશાસ્ત્ર ઉપર સતશ્રદ્ધા જેનું લક્ષણ છે, એવું સમ્યક્દર્શન તેનાં આઠ અંગ-ગુણનું વર્ણન કરે છે – ૧. નિઃશંકિત અંગ:
ઉપર આપ્ત, આગમ (શાસ્ત્ર) અને ગુરુનાં લક્ષણ કહ્યાં તે જ તત્વભૂત સત્યાર્થ સ્વરૂપ છે, તે તો આ પ્રકારનાં જ * બાહ્ય તમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય, પરમપુરુષ તેને કહે, સરળ દષ્ટિથી જય.–શ્રીમદ્ રાજચંદ્ર