________________
સમાધિ-પાન ૨. સ્ત્રી, પુરુષ, નપુંસક આદિમાં કામ સેવવારૂપ રાગ અંતરંગમાં થવે તે વેદ નામને પરિગ્રહ છે.
૩. પર દ્રવ્ય જે દેહ, ધન, સ્ત્રી, પુત્રાદિક તેમાં રંજાયમાન (રાજી) થવું તે રાગ પરિગ્રહ છે.
૪. પરનું ઐશ્વર્ય, બન, ધન, સંપદા, યશ, રાજ્ય, ભવાદિ પ્રત્યે વેર રાખવું તે દ્વેષ પરિગ્રહ છે.
૫. હાસ્યનાં પરિણામ તે હાસ્ય પરિગ્રહ છે.
૬. પિતાના મરણને, વિયેગને, વેદના આદિને ડર રાખવે તે ભય પરિગ્રહ છે.
૭. પિતાને ગમતા પદાર્થોમાં આસક્તિથી લીન થવું તે રતિ પરિગ્રહ છે.
૮. પિતાને અનિષ્ટ લાગે તેમાં પરિણામ ન લગાડવાં (અણગમે રાખ્યા કરવી તે અરતિ પરિગ્રહ છે.
૯. ઈષ્ટને વિગ થતાં કલેશરૂપ પરિણામ થવાં તે શેક પરિગ્રહ છે.
૧૦. કોઈ ધૃણા-ગ્લાનિ થાય તેવી વસ્તુ દેખીને, સાંભળીને, સ્પર્શ કરીને કે ચિંતવનાદિ કરીને પરિણામમાં ગ્લાનિ ઊપજવી; અથવા પારકાની ચઢતી દેખી ગમે નહીં તે જુગુપ્સા પરિગ્રહ છે.
૧૧. રેષનાં પરિણામ તે ક્રોધ પરિગ્રહ છે.
૧૨. ઊંચ જાતિ, કુલ, ધન, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન, ઐશ્વર્ય અને બળ એ આઠને મદ–ગર્વ કરીને પિતાને મોટા અને પરને હલકા સમજવારૂપ કઠોર પરિણામ તે માન પરિગ્રહ છે.