________________
૧૦૬
વધારે લખી શકાય એ ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કેઈક પ્રસંગમાં થવા દેવું
ગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.
(૬૯૨)
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨ દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મજરામરણદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે. તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગે પાત્ત ખુશાલદાસ પ્રત્યે