________________
૧૦૫
ષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ખનવું કેટલું દુઃસાધ્ય હાવું જોઇએ તે વિચારવા ચેાગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા ચેાગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યેાગ્ય છે.
વધારે શું લખીએ ? જેટલી પેાતાની શક્તિ હેાય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણુ અપૂર્વ નિરાવરણુપણું દેખાતું નથી માટે સમજણુનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિઢિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણા ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરવા ચેાગ્ય છે.
ઇજ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લેાભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી માહુ કે વિશેષત્વ માનવું હાય, તે વાત ન છેડવી હાય, પેાતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિને આગ્રહ રાખવા હાય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? તેના વિચાર સુગમ છે.