________________
૧૦૪
૬પ
(૬૭૭)
મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૯૫૨ કાગળ પહોંચે છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશે –
પ્રારબ્ધદયથી જે પ્રકારને વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે ગ્ય છે, એ અભિપ્રાય ઘણું કરીને રહે છે.
આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષ સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા
ગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષે વર્તે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંગેને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતે ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ ગ્યપણું ન હોય, તે જ્ઞાની પુરુષ તે ઇને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પિતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્ય માર્ગને વિધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તે પણ જ્ઞાની પુરુષે સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતર પરિણતિ પર