________________
૧૦૩
નિવૃત્તિ અશક્ય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવ ઘટે, અને કેમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સશાસ્ત્રના ગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે
(૬૨૨)
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ “અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખે છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશે –
ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદ પરિણતબુદ્ધિથી ભેગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભેગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ
અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભેગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ
અનંતાનુબંધી સંભવે છે. તેમજ હું સમજું છું, “મને બાધ નથી”, એવા ને એવા બફમમાં રહે, અને “ભેગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તે થઈ શકવા યેગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભેગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ “અનંતાનુબંધી” સંભવે છે.
જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વમદશાનું પરિક્ષણપણું સંભવે.