________________
૧૦૨
તીવ્રોપગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધીને સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસતગુરુ તથા અસત્ધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે, અથવા જ્ઞાનીને વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવેને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્બસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવા ગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.
એ આ
બળવાન થયા થાય છે અને નહોતી, તેવા
જે પુત્રાદિ વસ્તુ લેકસંજ્ઞાઓ ઈચ્છવા ગ્ય ગણાય છે, તે વસ્તુ દુખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવાયેગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્દભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે.
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હોય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તે તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતું નથી. પ્રસંગની સેવ