________________
૧૦૧
આ ત્રણ યુગની ઉદયબળ પ્રવૃત્તિ થતી હોય તે થવા દેતાં, પણ છેવટે તે ત્રિગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકેચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહને ત્યાગ, સ્વછંદપણાને ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયને ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના વેગમાં અવશ્ય આરાધન કર્યો જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તે અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગ પ્રસંગમાં તે જીવનું કંઈક ન્યૂનપણું હોય તે તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પક્ષપણામાં તે એક પિતાનું આત્મબળ જ સાધન છે. જે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બેધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તે કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.
આ સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુ જીવે પિતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા ગ્ય છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
(૬૧૩)
મુંબઈ, અસાડ સુદ ૧૧, બુધ, ૧૯૫૧ - જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે