________________
૧૦૦
નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હાય તેા ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હાય તા અલ્પકાળમાં મિથ્યાગ્રહાદ્વિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ
મુક્ત થાય.
૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કાર્ટ મહત્ પુણ્યયેાગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સત્પુરુષ છે એવા સાક્ષીભાવ ઉત્પન્ન થયા હેાય તે જીવે તે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પાતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયેગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાના યાગ થતા હોય તે તે સ્વીકારવા, પણ તેથી કોઇ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવા ચેાગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતા નથી એમ જાણી પુરુષાર્થવીર્ય ગેાપવવું ઘટે નહીં./ ૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું એળખાણ થયે પણ તે ચેાગ નિરંતર રહેતા ન હેાય તે સત્સંગથી પ્રાપ્ત થયા છે એવા જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા કે જે આરાધનાથી જીવને અપૂર્વે એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
/૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવા નિશ્ચય રાખવા, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે/ અને તે જ અર્થે