________________
પ્રથમવૃત્તિની અર્પણ પત્રિકા
મિથ્યા વાસના ની બહુ ક્ષીણ થઈ હતી;
વીતરાગને પરમ રાગી હતે
સંસારને પરમ જુગુસિત હતા ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યકભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી; મેહનીય કર્મનું પ્રાબલ્ય જેના અંતરમાં શૂન્ય થયું હતું,
મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી; મોક્ષમાર્ગને દે એવું સમ્યકપણું જેના અંતરમાં પ્રકાણ્યું હતું,
ધર્મેચ્છકને અનન્ય સહાયક હતે; આ આત્માને, આ જીવનને રાહસ્તિક વિશ્રામ હતું,
ઉપક્ત શબ્દમાં જેમના ગુણાનુવાદ પ્રભાવશાળી તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કર્યા છે,
એવા સદ્દગત પવિત્ર સત્યપરાયણ ધર્માત્મા
જૂઠાભાઈ ઉજમશીભાઈ
સ્મરણાર્થે
એમના પવિત્ર ગુણે પ્રત્યે આકર્ષાઈ એમને અત્યંત પ્રિય એવા વૈરાગ્ય વિષયથી ભરપૂર આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે.