________________
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે....જીવે ધર્મ પેાતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા ભેગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણુ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.’” (પત્ર નં. ૩૫) આત્મપરિણામથી જેટલેા અન્ય પદાર્થના તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવા તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગના ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્લીંગ કહ્યો નથી, એમ છે, તાપણુ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ચેાગ્ય છે.” (પત્ર નં. ૫૭)
“શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષના ક્ષય થાય.” (પત્ર નં. ૬૬)
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાના જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્પરિણામી થાય છે” (પત્ર નં. ૬૯)
દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષા પૂર્ણ ઢાંદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો.” (પત્ર નં. ૮૮) —શ્રીમદ્ રાજચંદ્ર