________________
७७
સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા ગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને
સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા ગ્ય છે. જો એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાઓ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવા ગ્ય નથી.
(પર૨)
૫૦
મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૯૫૦ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષણપણને પામે છે. પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય
સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે