________________
૭૬
અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે, કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જે જાણ્યું હોત તે તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
(૫૧૬)
૪૯
મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦ પાણુ સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતે રાખ્યું હોય તો તેની નિરિચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તે આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાને હેતુ થાય છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે.
વર્ધમાનવામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મનપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન