SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયનિરૂપણુ કાઈમાં ધર્મ નીપજતા નથી. શુભ રાગ થાય તે પુણ્ય બંધાય છે; અશુભ રાગ, દ્વેષ, માહ થાય તે પાપ બંધાય છે. જ્યાં સમ્યક્ શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ ધર્મ છે, ત્યાં બંધના અભાવ હોય છે; અને બંધના અભાવ થયે ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આવા ઉત્તમ સુખનું કારણ આત્માને સ્વભાવરૂપ ધર્મ છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર એ ત્રણેને ભગવાને ધર્મ કહ્યો છે. તેથી પ્રતિકૂળ જે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે તે સંસારપરિભ્રમણના માર્ગ છે. આમાં સર્વથી પ્રથમ જે સમ્યક્દર્શન કહ્યું છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે : પરમાર્થસ્વરૂપ આપ્તપુરુષ, તે આમના કહેલા પદાર્થાને શબ્દો દ્વારા જણાવનાર શાસ્ત્ર અને તે આસના દર્શાવેલા માર્ગે ચાલનાર સદ્ગુરુ, એ ત્રણે તત્ત્વાની શ્રદ્ધા કરવી તે સમ્યક્દર્શન છે. તે સમ્યક્દર્શન ત્રણ મૂઢતા રહિત છે; પોતાનાં આઠ અંગ સહિત છે; આડ પ્રકારના મદથી પણ રહિત છે. કોઈ સ્થળે સાત તત્ત્વ કે નવ પદ્માર્થાંની શ્રદ્ધાને પણ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન કહ્યું છે. પરંતુ નિર્દોષ શાસ્ત્રના ઉપદેશ વિના તત્ત્વાની શ્રદ્ધા કેવી રીતે થાય ? નિર્દોષ આપ્તપુરુષ વિના સત્યાર્થ શાસ્ત્ર કેવી રીતે પ્રગટ થાય ? તેથી તત્ત્વાર્થ-શ્રદ્ધાનું મૂળ કારણ સત્યાર્થ આસ જ છે. તેથી આમનું સ્વરૂપ જણાવે છે. આસ્વરૂપ : ધર્મનું મૂળ ભગવાન આસ છે. તેમનામાં નિર્દોષપણું, સર્વજ્ઞપણું અને પરમહંતપદેશપણું એ ત્રણ મુખ્ય ગુણે હાય છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy