________________
સમાધિ-પાન સત્યાર્થ શાસ્ત્રનું સ્વરૂપ :– . શાસ્ત્ર તે છે કે જે સર્વજ્ઞ વીતરાગનું બેધેલું હેય, કોઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં એવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે તેવું હોય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તે ઉપદેશ જેમાં હોય, સર્વ જીવોને હિતકારી હોય તથા કુમાર્ગને નિષેધ કરનાર હેય. આ છ વિશેષણો યુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે. અસદ્દગુરુનું સ્વરૂપ –
જે પાંચ ઈદ્રિયના વિષયેની આશાને વશ ન હોય, ત્રસ અને સ્થાવર જીવોની જેમાં ઘાત થાય તેવા આરંભથી જે રહિત હોય, અંતરંગ તેમજ બાહ્ય સર્વ પરિગ્રહથી જે રહિત હોય અને જ્ઞાન, ધ્યાન, તપમાં જે આસક્ત હય, આવાં ચાર વિશેષણ સહિત જે ગુરુ હોય તે સાચા ગુરુ પ્રશંસવા ગ્ય, સ્તવવા ગ્ય છે. જે પાંચ ઇંદ્રિયના વિષયમાં લંપટ હોય તે અન્યને વિષયે છોડાવી વીતરાગ માર્ગમાં ન પ્રવર્તાવે, પણ સરાગ માર્ગમાં લગાડી સંસાર સમુદ્રમાં ડુબાડે છે. તેથી વિષયની આશાને વશ ન હોય તે ગુરુ આરાધવા ગ્ય, વંદન યોગ્ય છે. વિષયમાં જેને આસક્તિ છે તે આત્મજ્ઞાન રહિત બહિરાત્મા છે. ત્રણ સ્થાવર જીવોની ઘાત કરનાર આરંભીને પાપને ભય નથી, તેવા પાપીને ગુરુપણું કેમ સંભવે? જેને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દશ પ્રકારે બાહ્ય પરિગ્રહ હોય તે * “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચારે ઉદય પ્રયોગ,
અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્ર