________________
સમાધિ-સાપાન
ગતિમાં ભમવારૂપ દુઃખથી આત્માને અચાવી–ઉદ્ધારી ઉત્તમ આત્મિક, અવિનાશી, અદ્રિય મેાક્ષસુખમાં ધારણ કરે તે ધર્મ છે. આવા ઉત્તમ ધર્મ કંઈ બજારમાં વેચાતા મળતા નથી કે ધન ખર્ચીને કે દાન સન્માન વડે વેચાતા લઈ શકાય; તે કોઈના આપ્યા પણ અપાતા નથી કે સેવાઉપાસનાથી રાજી કરીને લઈ શકાય; મંદિર, પર્વત, જળ, અગ્નિ, દેવમૂર્તિ કે તીર્થ આદિ સ્થળામાં તે ધર્મ રાખી મૂકયો નથી કે ત્યાં જઈને લઈ અવાય; ઉપવાસ, વ્રત, કાયક્લેશ આ િ તપથી શરીર સૂકવી નાખવાથી પણ તે મળે એમ નથી. દેવાધિદેવના મંદિરમાં છત્ર આદિ પૂજાની સામગ્રીના દાનવડે, પૂજન આદિ વડે, તથા ઘર છોડી વનમાં કે સ્મશાનમાં રહેવાથી કે પરમેશ્વરના નામના જાપ આદિ કરવાથી તેવા ધર્મ પામી શકાતા નથી. ધર્મ તે આત્માના સ્વભાવ છે. પરપદાર્થમાં આત્મબુદ્ધિ થઈ રહી છે, તે ડી પેાતાના જ્ઞાતા, દ્રષ્ટારૂપ સ્વભાવની શ્રદ્ધા, અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ વર્તવારૂપ આચરણ તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્યરૂપ પાતાના અ!ત્માનાં પરિણામ તે ધર્મ છે; સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રમય રત્નત્રયરૂપ ધર્મ છે; અહિંસારૂપ આત્માનાં પરિણામ થાય ત્યારે આત્મા પોતે જ ધર્મરૂપ થાય છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલાર્દિક તા નિમિત્ત માત્ર છે. આ આત્મા રાગાદિ પરિણતિ છેડીને વીતરાગરૂપે પરિણમે છે તે વખતે મંદિર, પ્રતિમા, તીર્થ, દાન, તપ, જપ, બધુંય ધર્મરૂપ છે. અને જો તે ઉત્તમ ક્ષમાદિ વીતરાગરૂપ, સમ્યક્દ્નાનરૂપ ન પરિણમે તે ત્યાં મંદિર આદિ