________________
સલ્લેખનાના પ્રકાર
૩૫૧ રત્નત્રયને સાધક તે મનુષ્યદેહ જ છે. ધર્મને સાધનભૂત મનુષ્ય દેહને આહાર આદિનો ત્યાગ વડે છોડી દે છે, તેનું કયું કાર્ય સિદ્ધ થાય ? આ દેહને ત્યાગવાથી શું પ્રયજન સધાવાનું છે? બીજે નવીન દેહ વ્રત ધર્મ રહિત ધારણ કરશે. પરંતુ અનંતાનંત દેહ ધારણ કરાવનાર બીજરૂપ કાર્મણ દેહ-કર્મમય છે, તેને મિથ્યાત્વ, અસંયમ, કષાય આદિના ત્યાગથી મારે. આહાર આદિના ત્યાગથી તે ઔદારિક હાડમાંસમય શરીર છૂટી નવું બીજું ઊપજશે. આઠ કર્મરૂપ કાર્મણ દેહ મરશે, ક્ષય થશે ત્યારે જ જન્મમરણ ટળશે. તેથી કર્મમય દેહને મારવાને માટે આ મનુષ્ય શરીરને ત્યાગ, વ્રત, સંયમમાં જેડીને દ્રઢતાથી આત્માનું કલ્યાણ કરે. પણ જ્યારે ધર્મ રહે એમ જણાતું ન હોય, ત્યારે મમત્વ તજીને અવશ્ય જે નાશ પામનાર છે, તેને તજતાં મમતા ધરવી નહીં. કષાયસલેખના :–
જેવી રીતે કાયાને તપશ્ચરણ વડે કૃશ કરવી, તેવી જ રીતે રાગ, દ્વેષ, મેહ આદિ કષાયને પણ સાથે સાથે કૃશ કરવા તે કષાયસલેખના છે. કષાયની સલ્લેખના વગર કાયાની સલ્લેખના વૃથા છે. કાયાનું કુશપણું તે પરવશપણે રોગી, ગરીબ, મિથ્યાદ્રષ્ટિને પણ હોય છે.
- દેહની સાથે રાગ દ્વેષ મહાદિકને કૃશ કરી, આ લોક પરલેક સંબંધી સમસ્ત વાંછાને અભાવ કરી, દેહ, જીવન, મરણ, કુટુંબ, પરિગ્રહ આદિ સર્વ પદ્રવ્ય ઉપરથી મમતા છેડી પરમ વીતરાગતા સહિત, સંયમ સહિત મરણ કરવું તે કષાયસલ્લેખના છે. વિષય, કષાયને જીતનારની જ સમાધિ