________________
૩૫૦
સમાધિ-સેવાન અનુસાર ઉપવાસ કરે અને પંચ નમસ્કારમાં મનને લય કરીને, ધર્મધ્યાનરૂપ થઈને, ભારે પુરુષાર્થથી દેહને ત્યાગ કરે તે કાયસલેખન જાણવી.
આહારાદિનો ત્યાગ કરીને મરણ કરવું એ તે આત્મઘાત છે; આત્મઘાત કરવી એ તે અગ્ય ગણાય. એવા વિકલ્પના સમાધાનમાં –
ઘણા વખત સુધી સુખે મુનિપણું કે શ્રાવકપણું અગર મહાવ્રત કે અણુવ્રત પળાશે એમ જણાતું હોય; સ્વાધ્યાય, ધ્યાન, દાન, શીલ, તપ, વ્રત, ઉપવાસાદિક પળાતાં હોય; જિનપૂજા, સ્વાધ્યાય, ધર્મોપદેશ, ધર્મશ્રવણ, ચાર આરાધનાનું સેવન સારી રીતે નિર્વિને થતાં હોય, દુષ્કાળ આદિનો ભય પણ ન આવ્યું હોય; અસાધ્ય રોગ શરીરમાં ઊપજે ન હોય; સ્મૃતિ અને જ્ઞાનને નાશ કરનારી વૃદ્ધાવસ્થા પણ પ્રાપ્ત ન થઈ હોય; દશ લક્ષણ (ક્ષમા, માર્દવ આદિ) અને રત્નત્રય ધર્મ દેહે કરીને પળ હોય તેણે આહારને ત્યાગ કરીને સંન્યાસ (સંથારે-મરણ) કરવો યેગ્ય નથી. ધર્મ સધાતે હોય છતાં આહારને ત્યાગ કરીને મરણ કરે છે, તે ધર્મથી વિમુખ થાય છે. ત્યાગ, વ્રત, શીલ, સંયમ આદિ વડે મોક્ષનું સાધન જે મનુષ્ય ભવ તેથી કંટાળી, દીર્ઘ આયુષ્ય હોવા છતાં, ધર્મનું સેવન બનતું હોવા છતાં, આહાર આદિનો ત્યાગ કરે તે આત્મઘાતી થાય છે. ધર્મસાધક શરીરની ઘણા યત્નથી રક્ષા કરવી એવી ભગવાનની આજ્ઞા છે. ધર્મના સેવનમાં સહાયકારી એવા દેહને આહારને ત્યાગ કરીને છોડી દે, તે દેવ, નારકી કે તિર્યંચને દેહ જે સંયમરહિત હોય છે ત્યાં વ્રત, તપ, સંયમ શું સધાશે ?