________________
૩પર
સમાધિ-સે પાન મરણ માટે મેગ્યતા ગણાય છે. વિષય-કષાયને વશ હોય તેને સમાધિમરણ થાય નહીં. T સંસારી જીવને વિષય કષાયરૂપ મોટા પ્રબળ શત્રુ છે. મોટા મહારથીથી પણ તે જિત્યા જતા નથી. પ્રબળ બળ ધારણ કરનારા ચકવતી, નારાયણ, બળભદ્ર આદિને પણ ભ્રષ્ટ કરીને તેમણે પિતાને વશ કર્યા છે એવા અતિ પ્રબળ છે. સંસારમાં જેટલાં દુઃખ છે, તેટલાં બધાં વિષયને લંપટી, અભિમાની તથા લેબીને હેય છે. કેટલાક જીવે જિનદીક્ષા ધારણ કરીને પણ વિષયના સંતાપથી ભ્રષ્ટ થાય છે. અભિમાન, લેભ છેડી શકતા નથી. અનાદિ કાળથી વિષયેની લાલસાથી લખાયેલા અને કષાયોથી બળતા સંસારી જી આત્માને ભૂલીને સ્વરૂપથી ભ્રષ્ટ થઈ રહ્યા છે. વિષય-કષા પ્રત્યે વૈરાગ્ય થવાને માટે શ્રી ભગવતી આરાધનાજીમાં વિષયકષાયનું સ્વરૂપ વિસ્તારથી પરમ નિર્ચથી શ્રી શિવ નામના આચાર્યે પ્રગટ દર્શાવ્યું છે. વીતરાગતાની ઈચ્છાવાળા પુરુષે આવા પરમ ઉપકારક ગ્રંથને નિરંતર અભ્યાસ કરવે. સમાધિમરણના અવસરમાં જીવનું કલ્યાણ કરનાર ઉપદેશરૂપ અમૃતને સહસ્ત્રધારારૂપે વર્ષાવતી ભગવતી આરાધના નામના માર્ગનું શરણ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સલ્લેખના અવસરે સહાય ઉપદેશાદિ:
* સાધુ મુનીશ્વરને તે રત્નત્રય ધર્મની રક્ષા કરવામાં સહાય કરનાર આચાર્ય આદિનો સંઘ તથા વૈયાવૃત્ય (સેવા)
* હવેનું લખાણ પંડિત શ્રી સદાસુખદાસજીએ શ્રી ભગવતી આરાધનાના અર્થને આધારે લખેલું છે.