________________
૧૭૪
સમાધિ પાન શીલ દુર્ગતિનાં દુઃખને હરનાર છે, સ્વર્ગ આદિ શુભ ગતિનું કારણ છે, તપ-વ્રત-સંયમનું જીવન છે. શીલ વગર તપ કરવું, વ્રત ધરવું, સંયમ પાળવે તે મડદાનાં અંગે જેમ દેખવા માત્ર છે, કાર્યકારી નથી, તેવી રીતે શીલ વિનાનાં તપ, વ્રત, સંયમ ધર્મની નિંદા કરાવનારાં છે એમ જાણી શીલ નામનું ધર્મનું અંગ પાળો. ચંચળ મનરૂપી પક્ષીને દૃમે. અતિચાર રહિત શુદ્ધ શીલને પુષ્ટ કરે. ધર્મરૂપી વનને નાશ કરનાર મનરૂપી હાથી છૂટો મૂક્યો હોય તે મહા અનર્થ કરે છે, મદોન્મત્ત હાથી રહેઠાણમાંથી નીકળીને નાસે છે, તેવી રીતે મનરૂપી હાથી કામ વડે ઉન્મત્ત (ગાડ) થાય ત્યારે સમભાવરૂપી રહેઠાણમાંથી નીકળીને દેડે છે. કુળની મર્યાદા, સંતોષ આદિ તજીને બહાર નીકળે છે. મદોન્મત્ત હાથી સાંકળ તેડીને ચાલ્યા જાય છે, તેમ મનરૂપી હાથી સુબુદ્ધિરૂપ સાંકળ તેડીને વિચરે છે. ગાંડ હાથી માર્ગમાં ચલાવનાર મહાવતને નાખી દે છે તેમ કામીનું મન સમ્યકધર્મને માર્ગમાં પ્રવર્તાવનાર જ્ઞાનને તજી દે છે. હાથી અંકુશને માનતું નથી, તેમ મનરૂપી હાથી, ગુરુની હિતકારી વાણીને માનતું નથી. હાથી તે મહા ફળ અને છાયા આપનારા વૃક્ષને ઉખાડી નાખે છે, તેમ કામથી વ્યાપેલું મન, સ્વર્ગ–મેક્ષરૂપ ફળ દેનાર અને યશરૂ૫ સુગંધ ફેલાવનાર, સર્વ વિષયેની બળતરાને બૂઝવ– નાર બ્રહ્મચર્યરૂપી વૃક્ષને ઉખેડી નાખે છે. હાથી મેલ, કાદવ વગેરેને દૂર કરે તેવા સરોવરમાં સ્નાન કરીને માથા ઉપર ધૂળ નાખી ધૂળ સાથે કીડા કરે છે, તેવી રીતે કામી જનનું મન સિદ્ધાંતરૂપ સરેવરમાં અવગાહન કરી અનેક