________________
૧૭૫
શીલવતષનતિચારભાવના અજ્ઞાનરૂપ મેલ દૂર કરીને પણ પાપરૂપી ધૂળ સાથે કીડા કરે છે. હાથીના કાન જ ચંચળ હોય છે પણ કામી જનનું મન પાંચે ઈદ્રિના વિષયમાં ચંચળતા ધારણ કરે છે. હાથી હાથણીમાં રાચે છે તેમ કામીનું મન કુબુદ્ધિરૂપ હાથણીમાં રાચે છે. હાથી મદ (લમણુમાંથી ઝરત રસ) વડે ગાંડે બને છે, તેમ કામીનું મન રૂપ આદિ આઠ મદથી બેભાન બને છે. ગાંડા હાથીની નજીક કેઈ જાય નહીં, દૂર નાસી જાય તેમ કામથી ઉન્મત્ત થયેલા પાસે કઈ પણ સદગુણ રહેતું નથી, આવતા પણ નથી. કામથી ઉન્મત્ત થયેલા મનરૂપી હાથીને વૈરાગ્યરૂપ થાંભલે બાંધે છૂટી જશે તે મહા અનર્થ કરશે.
કામ અનંગ છે એટલે એને અંગ નથી; માનસિક છે એટલે મનમાં જન્મે છે. કામ જ્ઞાનને મથન કરનાર (ડહોળનાર) છે તેથી તેને મનમથ કહે છે. સંવરને અરિ એટલે વેરી છે તેથી સંવરારિ કહેવાય છે. કામથી ખેટ. દર્પ એટલે ગર્વ ઊપજે છે તેથી તેને કંદર્પ કહેવાય છે. તેનાથી અનેક મનુષ્ય, તિર્યંચે પરસ્પર વિરોધ કરીને મરી જાય છે તેથી તેને માર કહેવાય છે. મનુષ્યમાં અન્ય ઈટ્રિયેના ભાગ તે પ્રગટ છે; પરંતુ કામના અંગેને પણ ઢાંકી રાખવામાં આવે છે, તેનું નામ પણ ઉત્તમ પુરુષે ઉચ્ચારતા નથી. એના જેવું બીજું પાપ નથી. ધર્મથી ભ્રષ્ટ કરાવનાર કામ છે. એ કામે હરિ, હર, બ્રહ્માદિને પણ ભ્રષ્ટ કરી પોતાને વશ કર્યો છે, આખા જગતને જીતનાર એક કામ છે. કામને જીતનાર મેહને સહજમાત્રમાં જીતે છે. તેથી કામને ત્યાગ કરવા ઈચ્છનારે સ્ત્રી, દેવી કે ગાય