________________
૧૭૬
સમાધિ-પાન આદિ તિર્યંચણીની સંગતિ કામવિકારને ઉપજાવનારી હેવાથી દૂરથી જ તજવા ગ્ય છે. સ્ત્રીઓ ઉપર રાગ મન, વચન, કાયાથી ત્યાગ કરે. પિતે કુશીલને માર્ગે ચાલવું નહીં. બીજાને કુશીલને માર્ગે ચાલવાને ઉપદેશ કરે નહીં. બીજે કેઈ કુશીલને માર્ગ પ્રવર્તે તેની અનુમોદના ભવ્ય જીવે કરવી નહીં. નાની વયની સ્ત્રીને દેખે તે તેને પુત્રી ગણીને નિર્વિકાર બુદ્ધિ કરે. જુવાનીરૂપી હાથણી ઉપર ચઢેલી સૌંદર્યરૂપ જળમાં સર્વાગે ડૂબેલી એવી રૂપાળી સ્ત્રીને બહેન ગણી નિર્વિકાર બુદ્ધિ કરે. તેને આદરસત્કાર ન કરે. વચન વડે આલાપ (વાતચીત) ન કરે. શીલવંત હોય તેની દ્રષ્ટિ સ્ત્રી પ્રત્યે જતાં મીંચાઈ જાય છે. જે સ્ત્રીઓ સાથે વચનાલાપ કરશે, સ્ત્રીઓનાં અંગેનું અવલોકન કરશે, તે શીલથી અવશ્ય ભ્રષ્ટ થશે. જે ગૃહસ્થ હોય તેને તે એક પિતાની સ્ત્રી વિના અન્ય સ્ત્રીઓની સંગતિ, અવલોકન, વચનાલાપને ત્યાગ ઘટે છે. અન્ય સ્ત્રીની વાતને સ્વમમાં પણ વિચાર રહેવું ન જોઈએ. એકાંતમાં માતા, બહેન કે પુત્રીની પણ સંગતિ રાખે નહીં. મુનીશ્વર તે કઈ સ્ત્રી માત્રને સંબંધ જ રાખતા નથી, સ્ત્રીઓને ઉપદેશ કરતા નથી; કારણ કે સ્ત્રીનાં નામ જ દોષદર્શક છે.
સ્ત્રી સમાન આ જીવને કોઈ અરિ એટલે વેરી નથી. તેથી ઉત્તમ પુરુષ એને નારી કહે છે. દોષને પ્રત્યક્ષ જોતજોતામાં આચ્છાદન કરે છે તેથી તેનું નામ સ્ત્રી છે. તેને દેખીને પુરુષનું પતન થાય છે તેથી તેનું નામ પત્ની છે. કુમરણ કરવાનું કારણ છે તેથી તેનું નામ કુમારી છે. તેની સંગતિથી પુરુષપણું, બળ, બુદ્ધિ આદિને નાશ થઈ