SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સરસારભાવના ૧૦૫ જાય. પિતે જ પિતાનો પુત્ર થઈ જાય એમ બને છે. દેવતા હોય તે તિર્યંચ થઈ જાય, ધનવાન નિર્ધન થાય, નિર્ધન ધનવાન થાય. રેગી, દરિદ્રી હોય તે દિવ્ય રૂપવાળો થઈ જાય, દિવ્ય રૂપવાળો મહાકદરૂપ, દેખ ગમે નહીં તે થઈ જાય છે. શરીર ધરવું પડે એ પણ મેટો બોજે છે; ભારને વહી જનાર પુરુષ તે કઈ સ્થાનમાં ભાર ઉતારી વિસામે લે છે, પરંતુ દેહને ધરનાર પુરુષને ક્યાંય વિસામો મળતે નથી. ઔદારિક કે વૈકિયિકને ક્ષણમાત્ર ભાર ઊતરે તે પણ ત્યાં આત્માએ એનાથી અનંત ગણ પરમાણુવાળાં તેજસકાર્પણ શરીરને ભાર તે ધારણ કરે જ છે. તેજસકાર્પણ કેવાં છે? આત્માના અનંતજ્ઞાન, દર્શન, વીર્યને દબાવી રાખનાર છે, કેવળજ્ઞાન તથા અનંતસુખ, અનંતશક્તિને અભાવતુલ્ય કરનાર છે. જેવી રીતે વનમાં આંધળો માણસ ભટકે છે, તેવી રીતે મેહને લીધે અંધ થયેલે જીવ ચારે ગતિમાં ભમે છે. સંસારી જીવ રેગ, ગરીબાઈ, વિયાગ આદિનાં દુઃખે દુઃખી થઈને, ધન ઉપજાવી દુઃખ દૂર કરવા મેહથી અંધ થઈને વિપરીત ઉપાય કરે છે. સુખી થવા અભક્ષ્ય ભક્ષણ કરે છે, છળકપટ કરે છે, હિંસા કરે છે. ધનને માટે ચેરી કરે છે, રસ્તામાં લૂંટી લે છે પરંતુ તે પુણ્યહીનના હાથમાં ધન આવતું નથી. સુખ તે પાંચ પાપ (હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ) ના ત્યાગથી થાય છે. મિથ્યાત્વી પાંચ પાપવડે પિતાના ધનની વૃદ્ધિ, કુટુંબની વૃદ્ધિ, સુખની વૃદ્ધિ ઈચ્છે છે. ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy