________________
૧૦૬
સમાધિ-સાપાત
થાય તેને સુખ માને છે. પણ તે તે મેહને લઈને થયેલા અંધાપા છે, જે સંસારી જીવાને અહીં જ દુઃખ દેખીએ છીએ તે દુ:ખા, જીવાને મારવાથી, અસત્યથી, ચારીથી, કુશીલથી, પરિગ્રહની લાલસાથી, ક્રોધથી, અભિમાનથી, છળકપટથી, લાભથી, અન્યાયથી થયેલાં દેખીએ છીએ. દુઃખી થવાના બીજો માર્ગ નથી. આમ પ્રત્યક્ષ દેખતાં છતાં પાપમાં રાચે છે. આ વિપરીત માર્ગે જ અનંત દુઃખમય સંસારનું કારણુ છે. દુ:ખાથી દુઃખ જ ઊપજે. અગ્નિથી અગ્નિ જ ઊપજે. આ પ્રકારે સંસારનું યથાર્થ સ્વરૂપ વારંવાર ચિંતવન, અનુભાવન કરે, તેને સંસાર પ્રત્યે અભાવ કે ઉદ્વેગ રહે અને વૈરાગ્ય થાય, તેા સંસાર પરિભ્રમણ દૂર કરવાના ઉદ્યમમાં કાળજી રાખે.
૪. એકત્વભાવના :
હે ભવ્ય ! પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટે એકત્વ ભાવનાનું ચિંતવન કરો. આ જીવ કુટુંબ, સ્ત્રી, પુત્રાદિકને અર્થે, શરીર સાચવવાને અર્થે કે પેાતાના દેહને બચાવવા અર્થે બહુ પાપ, બહુ પરિગ્રહની લાલસા, અન્યાય, અભક્ષ્ય ભક્ષણ આદિ કરે છે. તેનું ફળ ધાર દુઃખ, નરક આદિ ગતિમાં એકલા પાતે ભાગવે છે. જે કુટુંબને અર્થે કે પેાતાના દેહને અર્થે પાપ કરે છે, તે બધા સંયેાગ તા મળીને ભસ્મ થઈ ઊડી જશે. કુટુંબ કયાં મળશે ? પાતાનાં કરેલાં કર્મના ઉદયે પ્રાપ્ત રાગાદિ દુઃખ અને વિયેાગ ભાગવતા જીવને સમસ્ત મિત્ર, કુટુંબ આફ્રિ પ્રત્યક્ષ નજરે દેખતાં છતાં તેઓ જરાય દુઃખ દૂર કરી શકતાં નથી, તેા નરક