________________
૧૧૮
(૭૮૧)
૭૫
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ પરમપુરષદશાવર્ણન કીચસ કનક જાકે, નીચસૌ નરેસપદ, મચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહુરસી જેગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”
જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે, કેઈથી સ્નેહ કરે તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી
ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભેગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.