________________
૩૧૧
દર શક્ષણરૂપ ધર્મ (બ્રહ્મચર્ય) કામના એટલે વાંછા ઉત્પન્ન કરી દુઃખી કરે છે તેથી તેને કામ” કહ્યો છે. તિર્યંચ તથા મનુષ્ય ભવમાં જેને માટે જે લડી મરે છે એવા કામને “માર' પણ કહે છે. સંવરને વેરી છે માટે “સંવરારિ' કહેવાય છે. તપ–સંયમરૂપ બ્રહ્મ ધર્મને નાશ કરે છે તેથી “બ્રહ્મસૂ' કહેવાય છે, ઇત્યાદિ અનેક દુષ્ટ નામથી તે ઓળખાય છે.
આ પ્રકારે વિચારી મન, વચન ને કાયાથી પ્રીતિપૂર્વક બ્રહ્મચર્ય વ્રત પાળે. બ્રહ્મચર્યથી સંસાર–સમુદ્ર તરી જશે. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ અસાર છે, વૃથા કાયલેશ છે. બાહ્ય સ્પર્શેન્દ્રિયના સુખથી વિરક્ત થઈને અત્યંતર પરમાત્મસ્વરૂપ જે આત્મા તેની ઉજવળતા પર દ્રષ્ટિ રાખે. આત્મવૃત્તિ કામમાં આસક્ત ન થાય તે પુરુષાર્થ કરે. બ્રહ્મચર્યથી આ ભવ પરભવ અને લેક સુધરે છે.
જે શીલ સાચવવું હોય, ઉજજ્વળ યશ ઈચ્છતા હે, ધર્મને ખપ હોય, અને પિતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તે શાસ્ત્રની નીચે જણાવેલી શિખામણ મનમાં ધારણ કરે :- સ્ત્રીઓની કથા કહે નહીં. સાંભળે પણ નહીં, સ્ત્રીઓના રાગ, રંગ, કુતુહલ, ચેષ્ટા નીરખે નહીં, એ લિન ભાવ દેખવાથી આપણું ભાવ બગડે છે, વ્યભિચારી પુરુષની સબત ન રાખે, ભાંગ, જરદો વગેરે માદક, કેફી વસ્તુઓને ત્યાગ કરે; પાન-બીડી, ફૂલના હાર, અત્તર, ફુલેલ આદિ શીલવ્રતને ભંગ કરાવનાર કારણે સેવવાને ત્યાગ કરે; ગીત, નૃત્ય, નાટક આદિ કામ-વિકાર જાગ્રત કરનારાં કારણે તજે, રાત્રિ–ભેજનને ત્યાગ કરે; વિકાર પેદા કરે તેવાં લેક-વિરુદ્ધ વસ્ત્ર, આભરણ ન પહેરે