________________
૧૧૬
થવું સંભવે છે, અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.
૭૩.
(૭૭૯)
. મુંબઈ, યેષ્ઠ સુદ, ૧૯૫૩
સર્વર સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસે ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનને રૂપ સત્યરુને નમસ્કાર છે. - તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ.