________________
૧૧૫
ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમક્તિ આવ્યું હોય, તે ચાર ભવ થવાનો સંભવ છે, ઘણું કરીને કેઈક જીવને આમ બને છે.
ભગવત્ર તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એ સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રૂચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા ગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે.
તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ પુરુષના પ્રત્યક્ષ ચુંગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત .