________________
જવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કર. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના ક્ષાર્થે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી.
(૫૬૯)
પ૭
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ શ્રી પુરુષોને નમસ્કાર /સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અપ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છેસત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ લેશ અને સર્વ દુખથી રહિત એવા મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે,
જે જ મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક