________________
૯૧
આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થને જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી.
/અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલે જીવથી મેક્ષ દૂર છે.
જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવા ઘટે.
/ વિચારની નિર્મળતાએ કરી જે આજીવ અશ્વપરિચયથી પાછે વળે તે સહજમાં હમણું જ તેને આત્મગ પ્રગટે,
અસત્સંગ-પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થગ્ય થઈ વિચારદશાને પામે.
/જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય - હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્સિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે અથવા એ નિશ્ચય રહે છે.