________________
જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્તદશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.
/આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદાભ્યઅધ્યાસ નિવતે તેને શ્રી જિન ત્યાગ કહે છે,
તે તાદાભ્યઅધ્યાસનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહા પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાંગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી ગ્ય છે.
| નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે