________________
માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પ કાળમાં ગ કર ઘટે છે, એમ વર્યા કરે છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચને આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં પ્યુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે.
જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યુગ્ય થશે.
(૫૭૦)
૫૮
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે,
શ્રી ડરબન. ( પત્ર ન મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે.
આત્મા છે, “આત્મા નિત્ય છે”, “આત્મા કર્મનો કર્તા છે”, “આત્મા કર્મને ભક્તા છે, “તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન