________________
અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણોને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો પેગ બને છે.
/અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેનો અનાદિ કાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલપ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો એગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે./એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે; અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર-પરિભ્રમણને વેગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે,