________________
૫
એમ જાણી ઘણે સંતોષ થયે છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારને સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
(૫૭૫)
પ૯
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ /જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે. ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વને આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે કે બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનેને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષને આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તે
જીવને પતિત થવાને ભય છે, એમ માન્યું છે, તે પછી પિતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના વેગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય? નિજ સ્વરૂપને દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં