________________
૯૬
આશ્ચર્ય શું છે? પેાતાના વિચારના બળે કરી, સત્સંગસત્શાસ્ત્રના આધાર ન હેાય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ ખળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરાક્ષ સત્ય દેખાય છે.
(૫૮૮)
૬૦
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંચાગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયાગના વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવા અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
આત્મસ્વરૂપના નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયાગ્ય એવું ‘આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યાં છે, તે સર્વે અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના ખીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાના માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે