________________
૯૭
પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને છે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી, તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજે મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આ૦ સ્વ. પ્રણામ
(૫૯૩)
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે.
અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષેભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે/ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સહુથને પરિચય નિરંતરપણે કર શ્રેયભૂત છે.
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શેક થાય છે, અને તેને અલ્પ