________________
૪૭
મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એ જે “કર્તવ્યરૂપ શ્રી સત્સંગ તે તે સર્વ કાળને વિષે પ્રાપ્ત થવે દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થ ઘણે ઘણે દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી.
અમે કે જેનું મન પ્રાયે કોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી, ધનથી, પત્રથી, “વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કેઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જ્ઞાન સંબંધી પ્રશ્નોને ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે; જેથી હાલ તે તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા ગ્ય છે.
(૩૭૩)
મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મેહમયથી જેની અમેહપણે સ્થિતિ છે, એવા શ્રી... ના યથા ૦