________________
9:32:
૩૯ અધિક શું કહીએ ? અનંત કાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.૧ અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષના નેત્રે મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. ' માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે; તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરે અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
તમે વારંવાર વિચારજે. મેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારે સમાગમ થાય તેમ તે નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય; પણ તે કયે સ્થળે? તે હજુ સુધી વિચાર્યું નથી. - કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિનાને રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
તમને બધાને યથાયોગ્ય પહોંચે.
૧. પાઠાન્તર : અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે.