________________
૩૮
સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ દૈન્યત્વ’ જ્યાં સુધી આવરત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હાય છે.
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઇને લીધે પદાર્થ-નિર્ણય ન થયા હોય તેા ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે સત્'ની માન્યતા હોય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતા નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણેા ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે (પરમ દૈન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું ખીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
૧ પાઠાન્તર : તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે ‘પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી.
૨. પાઠાન્તર ઃ પરમ વિનયની.