________________
(૨૬૨)
મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૭ ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શકયું નથી, તે ક્ષમા કરશે. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહે દુર્લભ છે.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણું દુર્લભ છે, તે આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેવી સંભાવ્ય છે એમ જાણું, જે જે પ્રકારે સત્સંગના વિયેગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાને પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તે પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણે હોય, તે તે કારણોને વારંવાર વિચાર કરે રોગ્ય છે.
અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે “શું કરવું ?” અથવા “કેઈ પ્રકારે થતું નથી ?” એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણ આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.