________________
૪૧ દેષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. (૧) કેઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણને વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા ને એક પ્રકાર છે. (૨) અજ્ઞાનપણથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બેધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીને બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપને સાક્ષી છે એ બધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે એવા જીવને ત્રીજો પ્રકાર છે.
એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જ સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વછંદ પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, અથવા થયા કરે છે; સ્વચછેદપરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાની છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને