________________
સમાધિ-પાન તે પાપનું બીજ છે. ઇદ્રિયજનિત સુખમાં લીન થવાથી પિતાના સ્વરૂપને ભુલાવો થાય છે, અને મહા ઘેર આરંભમાં જીવ પ્રવર્તે છે. અન્યાય કરીને વિષય ભોગવે છે. તેથી પાપ જ બંધાય છે. ઇદ્રિયજનિત સુખ નરકતિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરાવનાર પાપબંધનું બીજ છે. આવું પરાધીન, નાશવંત, દુઃખથી ભરેલું જે ઈદ્રિયજનિત સુખ તે સમ્યફષ્ટિને સુખરૂપ દેખાતું નથી તે સુખરૂપ તેને કેમ માને? સુખરૂપ માન્યતા કે શ્રદ્ધા ન હોય તે તેની વાંછા કેમ કરે ?
સમ્યફદ્રષ્ટિને આત્માને અનુભવ હોય જ. આત્માને અનુભવ થયો એટલે આત્માને સ્વભાવ જે અતીંદ્રિય, અનંત જ્ઞાન, નિરાકુળ, અવિનાશી, સુખમય તેને અનુભવ થાય છે. સંસારી જીવને જે ઇન્દ્રિયને આધીન સુખ જણાય છે તે તે સુખાભાસ છે. જેને ભૂખની તીવ્ર વેદના ઊપજે તે ભજન કરવાને ઈરછે છે, તરસ લાગે તે શીતળ પાણી પીવાને ઈરછે છે. ટાઢ જેને વાય તે રૂનાં કે ઊનનાં વસ્ત્ર ઓઢવા ઇચ્છે છે. ગરમીની વેદના ઊપજે ત્યારે શીતળ પવનને ઈચ્છે છે. કેમકે વેદના વિના ઉપાયની કોણ ઈચ્છા કરે? આંખમાં રેગ વિના કેણ અંજન આજે? કાન દુખતે ન હોય તે બકરાનું મૂતર કે તેલ વગેરે કાનમાં કેરું નાખે? ટાઢીઓ તાવ ન આવ્યો હોય તે તાપણું કે તડકે આદરથી કેણ સેવે? વા ન આવ્યો હોય તે ઘાસતેલ કે ગંધાતાં તેલ , કેણું પડે? તેથી પાંચ ઇન્દ્રિયના વિષયની તીવ્ર ઈચ્છારૂપ બળતરા થાય છે, ત્યારે સંસારી જીવને વિષયે . ભેગવવા ઈચ્છા ઊપજે છે. વિષયે ભેગવવાથી જે બળતરા ઊપજી