________________
નિષ્ફક્ષિત અંગ ૨, નિષ્કાંક્ષત અંગ :
ઈદ્રિયથી ઉત્પન્ન થતા સુખમાં સુખની માન્યતા રહિત જે શ્રદ્ધા–ભાવ તે અનાકાંક્ષા નામને સમ્યકત્વને ગુણ છે, એમ ભગવાને કહ્યું છે. ઇંદ્રિયથી ઉત્પન્ન થતું સુખ કેવું છે ? કર્મને આધીન છે, સ્વાધીન સુખ નથી. પુણ્યકર્મના ઉદયને આધીન છે, પુણ્યકર્મને ઉદયની મદદ વિના કરડે ઉપાયે, મહાન પુરુષાર્થ કરવા છતાં સુખની પ્રાપ્તિ થતી નથી, ઈષ્ટને લાભ થતું નથી, અનેક અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. કદાચિત પુણ્યના ઉદયથી સુખની પ્રાપ્તિ પણ થાય, તે તે સુખ વળી નાશવંત છે. પરાધીન એવું એ સુખ કેટલે કાળ ભેગવાશે? ઇંદ્રિયથી ઉત્પન્ન થયેલું સુખ પોતાના ઈષ્ટ વિષયને આધીન છે, અને ઈષ્ટને સમાગમ તે વિનાશી છે; મેઘધનુષ પિઠે, વીજળીના ચમકાર જે ઈષ્ટ સમાગમ ક્ષણભંગુર છે. તથા તે સુખ પરાધીન છે. શરીરના નીરગીપણને આધીન, ધનને આધીન, સ્ત્રીને આધીન, પુત્રને આધીન, આયુષ્યને આધીન, આજીવિકાને આધીન, ક્ષેત્રને આધીન, કાળને આધીન, ઈદ્રિને આધીન, ઈદ્રિયના વિષયને આધીન ઈત્યાદિ હજારે પરાધીનતા સહિત છે; વિનાશકાળની સન્મુખ એવું ઈદ્રિયેથી ઉત્પન્ન થયેલું સુખ અલ્પકાળ ભેગવવામાં આવે છે. ઇંદ્રિયજનિત સુખ અવશ્ય નાશવંત છે. નાશવંત હોવા છતાં અખંડધારા પ્રવાહરૂપ નથી; વચમાં વચમાં અનેક દુઃખ દેખાવ દે છે. કદી રેગ આવી જાય છે તે કદી સ્ત્રી, પુત્ર, મિત્રને વિયેગ થાય છે, કદી અપમાન થાય છે તે કદી ધનની હાનિ થાય છે, કદી અનિષ્ટને સંગ થાય છે. આવી રીતે અંતવાળું અને અનેક દુખે સહિત ઈદ્રિયજનિત સુખ છે.