________________
૧૧૫
અશુચિભાવના દૂર કરવાને પુરુષાર્થ કરે. ધન, સંપદાદિ પરિગ્રહ, પાંચ ઇટ્રિયેના ભોગ અને દેહમાં સ્નેહ એ આત્માને મલિન કરનાર છે, તેથી તેને ત્યાગ કરવાને ઉદ્યમ કરે.
ધન-સંપત્તિ છે તે આત્માને કામ, ક્રોધ, લેભ, મદ, કપટ, મમતા, વેર, કલહ, મહા આરંભ, હિંસા, મેહ, ઈર્ષા, અતૃપ્તિ આદિ હજારે દોષ ઉત્પન્ન કરાવનાર છે. આ લેક સંબંધી ને પરલેક સંબંધી સમસ્ત દોષ, આર્ત, ચિંતા, દુર્થાન અને મહા ભય ઉપજાવનાર એક ધન છે. એ નિર્ણય કરી વારંવાર ચિંતવન કરે. પાંચ ઈદ્રિના વિષયે આત્માનું સ્વરૂપ ભુલાવનાર અને મહા નિંદ્ય કર્મો કરાવનાર છે. જગતમાં જે ન કરવા યોગ્ય નિંદ્ય કર્મ, તેને ઈદ્રિના વિષયની વાંછા કરાવે છે. દેહને સ્નેહ તે માંસ, ચરબી ને હાડમય મહા દુર્ગધવાળા સડેલા શબ ઉપરને રાગ છે. તે મહા મલિન ભાવનું કારણ છે. આ પ્રકારે શરીરની અશુચિતા જણાવનાર દશલક્ષણ ધર્મ જ છે.
પવિત્રપણું બે પ્રકારે ગણાય છે; એક લૌકિક અને બીજું લેકોત્તર.
કર્મરૂપી મલિનતા ધોઈ નાખી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે લોકોત્તર શૌચ-પવિત્રપણું છે. એનું કારણ રત્નત્રય ભાવ છે. રત્નત્રયના ધારક, પરમ સમતાભાવમાં રહેલા સાધુ છે. તેમના સમાગમથી પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.
લૌકિક શુચિ (પવિત્રતા) આઠ પ્રકારની છે. (૧) * “એક ઘડી, આધિ ઘડી, આધિમ્ પુનિ આધ;
તુલસી સંગત સાધુકી, હરે કોટિ અપરાધ.”