________________
૧૧૬
સમાધિ પાન કાલ શુચિ–અમુક કાળ વ્યતીત થયે લેકમાં પવિત્રતા મનાય છે. (૨) અગ્નિસંસ્કાર કે તપાવવાથી પવિત્રતા મનાય છે. (૩) પવનથી પવિત્ર થયેલું મનાય છે. (૪) ભરમથી માંજવાથી પવિત્ર મનાય છે. (૫) માટીથી માંજવાથી પવિત્ર મનાય છે. (૬) પાણી વડે ધેવાથી પવિત્ર મનાય છે. (૭) કેઈને, છાણ વડે લીંપવાથી પવિત્રતા મનાય છે. (૮) કોઈને જ્ઞાનથી ગ્લાનિ દૂર થતાં પવિત્રતા મનાય છે. એમ લૌકિક જન મનમાં પવિત્રતાને સંકલ્પ કરે છે. પરંતુ શરીરને શુચિ કરવાને કોઈ સમર્થ નથી. શરીરના સંસર્ગથી તે જળ, ભસ્મ આદિ અશુચિ થઈ જાય છે.
આ શરીર, આદિ–અંત–મધ્યમાં ક્યાંય પવિત્ર નથી. એનું ઉપાદાન કારણ લેહી અને વીર્ય તે પવિત્ર નથી. આ શરીર પિતે પણ પવિત્ર નથી. તેની અંદર રહેલ દુર્ગધવાળા મળ, મૂત્રાદિ, હાડ, માંસ, લેહી અને ઉપરની ચામડી તે પણ પવિત્ર નથી. ગંગાજળ આદિ તીર્થનાં કે સમુદ્રનાં સમસ્ત પાણીથી ધોઈએ તે તે બધાં જળને અપવિત્ર કરે પણ પિતે પવિત્ર ન થાય. આ દેહ સર્વ કાળમાં રોગથી ભરેલે છે, સર્વ કાળમાં અપવિત્ર છે, સર્વથા વિનાશી છે, દુ:ખ ઉપજાવનાર છે. તે દેહને પવિત્ર કરવાને ઉપાય ધૂપ, ગંધવિલેપન, પુષ્પ, સ્નાન, જળ, ચંદન, કપૂર આદિ કોઈ નથી. અંગારાના સ્પર્શથી જેમ અંગારે થાય છે, તેમ અપવિત્ર દેહના સ્પર્શથી પવિત્ર વસ્તુ પણ અપવિત્ર બને છે. આ પ્રકારે શરીરનું અપવિત્રપણું ચિંતવવાથી શરીરની શોભા વધારવામાં, રૂપ આદિકમાં અનુરાગ હોય તે દૂર થાય છે; વીતરાગતા માટે પુરુષાર્થ થાય છે.