________________
૧૧૪
સમાધિાપાન
વગેરે દેહને અડતાં જ દુર્ગંધવાળાં થઈ જાય છે, તેવા દેહ કપૂર, ગંગાજળાઢિથી કેવી રીતે પવિત્ર થાય ? જેટલી જગતમાં અપવિત્ર વસ્તુ છે તે સર્વ દેહના એક એક અવયવના સ્પર્શથી થયેલી છે; મળ, મૂત્ર, હાડકાં, ચામડાં, રસ, રુધિર, માંસ, વીર્ય, નસા, કેશ, નખ, કક, લાળ, લીંટ, દાંત કે જીભની છારી, ચીપડાં, કાનના મેલ વગેરેના સ્પર્શ માત્રથી વસ્તુઓ અપવિત્ર થાય છે. એઇંદ્રિય આઢિથી પંચેન્દ્રિય પર્યંતનાં પ્રાણીના દેહના સંબંધ વિના કોઈ અપવિત્ર વસ્તુ જ જગતમાં નથી. દેહના સંબંધ વગર જગતમાં અપવિત્રતા જ કયાંથી થાય ? દેહને પવિત્ર કરવાને ત્રણ લેાકમાં કોઈ પદાર્થ નથી. જળ વગેરે પદાર્થોથી દેહને કરાડા વાર ધાઈએ તે જળ જ અપવિત્ર થઈ જશે કાયલાને જેમ જેમ ધેાઈએ તેમ તેમ કાળાશ જ નીકળે, ધેાળા થાય નહીં. તેમ આ દેહના સ્વભાવ જાણા. દેહને પવિત્ર માનવા એ મિથ્યાદર્શન છે.
આ દેહ તા એક રત્નત્રય, ઉત્તમ ક્ષમાદ્રિ ધર્મને ધારણ કરનાર આત્માના સંબંધ પામીને દેવાને પણ વંદન કરવા ચેાગ્ય પવિત્ર બને છે.
ધન આદિ પરિગ્રહ, પાંચ ઇંદ્રિયાના વિષયા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લાભ એ તે અમૂર્તિક એવા આત્માના સ્વભાવને મલિન કરે છે. આત્માને અધમ કરે છે, નિંદ્ય કરે છે, દુર્ગતિમાં લઈ જાય છે. તેથી કામ, ક્રોધ, રાગ આફ્રિ છેડી આત્માને પવિત્ર કરો; દેઢુ પવિત્ર નહીં થાય.
આ પ્રકારે દેહનું સ્વરૂપ જાણી, દેહ ઉપરથી રાગ તજી, અનાઢિ કાળથી આત્માને વળગેલા રાગાદિ કર્મમળને