________________
અશ્રુસિભાવના
૧૧૩
કર્મના ઉદયે થતા રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધાદિ ભાવ પણ અન્ય છે, ભિન્ન છે, વિનાશી છે, તેા અન્ય શરીર આદિ સંબંધી અન્ય કેમ ન હેાય? પેાતાના જ્ઞાન, દર્શન સ્વભાવથી વિપરીત જે જ્ઞાનાવરણુ આદિક દ્રવ્યકર્મ, રાગદ્વેષ આદિ ભાવકર્મ અને શરીર પરિગ્રહાદિનાં કર્મ છે તે બધાં અન્ય છે.
આ પુત્રાદિકનાં કર્માં જોતાં તેમનાં ગતિ, પાપ–પુણ્ય, સ્વભાવ, કષાય, આયુષ્ય, કાયા આદિના સંબંધે અને તમારા સ્વભાવ, પાપ-પુણ્ય વગેરે સંબંધેા તે જુદાં છે. તેથી અન્યત્વ ભાવના ભાવશે તે તેમના ઉપરની મમતાથી અંધાતા ઘાર કર્મબંધના અભાવ થશે.
૬. અશુચિભાવના :—
હે આત્મા ! આ દેહના સ્વરૂપનું ચિંતવન કર. મહા મલિન માતાના લેહીથી અને પિતાના વીર્યથી આ તારું શરીર ઊપજ્યું છે. મહા મલિન ગર્ભમાં, લેાહી અને માંસથી ભરેલી આરના પરપોટામાં નવ માસ પૂરા કરીને મહા દુર્ગંધવાળી મલિન ચેાનિમાં થઈને નીકળતાં તેં ધાર સંકટ સહન કર્યાં છે. લેહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, ચરખી અને નસા એ સાત ધાતુની જાલરૂપ દેહ તેં ધર્યાં છે. તે મળ-મૂત્ર, કીડા-કરમિયાથી ભરેલા મહા અશુચિ છે. નવે દ્વારમાંથી નિરંતર દુર્ગંધ, મળ ઝરે છે. મળના બનાવેલા ઘડો મળથી ભરેલા હાય, કાણાંવાળા હાય, ચારે તરફથી મળ ઝરતા હોય, તેને પાણીથી ધોઈએ તે પણ પવિત્ર શી રીતે થાય ? કપૂર, ચંદન, પુષ્પ, તીર્થનું પાણી, ગંગાજળ