________________
૧૧૨
સમાધિ-પાન - ઘેરી પણ ઉપકાર, દાન, સન્માન આદિથી પિતાને મિત્ર બને છે. પિતાને પ્રિય પુત્ર હોય પણ તેના વિષયમાં વિઘ કરીએ કે તેનું અપમાન તિરસ્કાર આદિ કરીએ તે ક્ષણ માત્રમાં આપણે શત્રુ થાય છે. કોઈ કોઈને મિત્ર પણ નથી અને શત્રુ પણ નથી. ઉપકાર કે અપકારની અપેક્ષાએ મિત્ર કે શત્રુ છે. સંસારી જીવને તે વિષય અને અભિમાન આદિને પિષે તે મિત્ર અને વિષય તથા અભિમાનમાં વિન્ન કરે તે શત્રુ છે. જગતનું આવું સ્વરૂપ જાણીને અન્ય પ્રત્યે રાગ-દ્વેષને ત્યાગ કરે. આ સંસારમાં જે ઘણું પ્રિય એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ તમારે છે, તે બધાં સ્વર્ગ, મેક્ષનું કારણ જે ધર્મ, સંયમ આદિ વીતરાગતા તેમાં વિન્ન કરનાર છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ મહા અનીતિરૂપ પરિણામ કરાવી નરકાદિ કુગતિમાં ઘસડી જાય તેવાં બંધન કરાવનાર છે, તેથી મહા વેરી સમાન છે. આ જીવને મિથ્યાત્વ, વિષય, કષાય આદિમાં વર્તતાં અટકાવી સંયમમાં, દશલક્ષણરૂપ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે તે મિત્ર છે. એવા સન્મિત્ર તે નિગ્રંથ ગુરુ જ છે.
આ આત્મા સ્વભાવે જ શરીર આદિકથી ભિન્ન છે, ચેતનામય છે. દેહ પુદ્ગલમય, અચેતન, જડ છે. આ દેહ જ અન્ય છે, વિનાશી છે, તે આ દેહના સંબંધી સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ, ધન, ધાન્ય, સ્થાન આદિ અન્ય કેમ ન હોય? આ શરીર તે અનેક પુગલ પરમાણુઓના સમૂહ મળીને થયેલું છે, તે શરીરનાં પરમાણુ ભિન્ન ભિન્ન વીખરાઈ જશે. આત્મા ચૈતન્ય સ્વભાવવાળે અખંડ, અવિનાશી રહેશે. તેથી સર્વ સંબંધમાં અન્યપણાને દૃઢ નિર્ણય કરો.