________________
૧૧૮
સમાધિ-સોપાન સત્ય, હિતકારી, મધુર વચન વડે, પરમાગમને અનુકૂળ વચને વડે, પરમેષ્ઠીના સ્તવન વડે, સિદ્ધાંતની વાચના તથા વ્યાખ્યાન વડે, ન્યાયરૂપ વચને વડે પુણ્યને આસવ થાય છે.
પરની નિંદા, પિતાની પ્રશંસા, અન્યાય પ્રવૃત્તિ જે વચન વડે થાય તેવાં વચન, આરંભ-હિંસા કરાવનાર, વિષયવાસને વધારનાર, કષાય અગ્નિ પ્રગટાવનાર, કલહ, વિસંવાદ, શેક અને ભય વધારનાર, ધર્મ વિરુદ્ધ મિથ્યાત્વ અને અસંયમને પિષનાર, અન્ય જીવને દુઃખ, અપમાન, ધન અને આજીવિકાની હાનિ કરાવનાર છે. તે વચનોથી પાપનો આસવ થાય છે.
પરમેષ્ટીપૂજન અને પ્રણામ, જિનમંદિરનાં કાર્યરૂપ સેવા, ધર્માત્મા પુરૂષોની વૈયાવૃત્ય (સેવા ચાકરી) તથા યતનાચારથી જીવદયાપૂર્વક સૂવું, બેસવું, ફરવું, લેવું, મૂકવું, સેંપવું, ખાવું, પીવું, બિછાવવું, હાલવું, ચાલવું ઇત્યાદિ કાયાની પ્રવૃત્તિ શુભ (પુણ્ય) આસવનું કારણ છે.
યનાચાર વિના દયારહિત, સ્વછંદે દેહની પ્રવૃત્તિમાં પ્રવર્તવું, મહા આરંભ આદિમાં પ્રવર્તવું, દેહને ભાવવામાં પ્રવર્તવું એ બધાં કાયાના કાર્યથી અશુભ (પાપ) આસવ થાય છે.
આ મન, વચન, કાયાની શુભ, અશુભ પ્રવૃત્તિ, તીવ્ર મંદ કષાયના યોગે, તીવ્ર–મંદ અનેક ભેદરૂપ કર્મને બંધમાં નિમિત્તરૂપ થાય છે. આને વિચાર કરવાથી આત્મા અશુભ પ્રવૃત્તિ રોકી શુભ પ્રવૃત્તિમાં સાવધાન થઈને પ્રવર્તે છે.